arrow_backલોગ-ઈન પેજ
currency_exchange

રિફંડ અને રદ કરવાની નીતિRefund & Cancellation Policy

પેમેન્ટ કરતાં પહેલાં આ પાનું વાંચી લેવું. અહીં ચોખ્ખું લખ્યું છે કે કયા સંજોગોમાં રકમ પરત મળે છે, કયામાં નથી મળતી, અને પરત મેળવવા શું કરવું.

event_availableછેલ્લે સુધારો: ૨૪ ઓગસ્ટ, ૨૦૨૬

summarize૧. ટૂંકમાં નીતિPolicy in short

આ એક ડિજિટલ સેવા છે — પેમેન્ટ થતાં જ મોડ્યુલ તરત ચાલુ થઈ જાય છે. એટલે વપરાયેલા સબસ્ક્રિપ્શનનું રિફંડ મળતું નથી. રિફંડ ફક્ત ડુપ્લિકેટ (બે વાર થયેલા) અથવા નિષ્ફળ/અધૂરા પેમેન્ટ માટે જ મળે છે.
ખરીદતાં પહેલાં ચકાસી લો: સાત મોડ્યુલ કાયમ મફત છે (GR, LC રજીસ્ટર, પત્રક G, વાલી સર્ટિ બાલવાટિકા અને ધોરણ ૧, સ્પર્ધાત્મક પરીક્ષા, આચાર્ય લોગ બુક) — એના પૈસા ક્યારેય ભરવાના નથી. બાકીનાં મોડ્યુલ ચાર કોમ્બો પેક માં છે અને ભાવ શાળાની વિદ્યાર્થી-સંખ્યા પ્રમાણે બદલાય છે. પેકવાળાં મોડ્યુલ માટે ચુકવણી ૨૪ ઓગસ્ટ, ૨૦૨૬ થી ચાલુ છે. પૈસા ભરતાં પહેલાં એક વાર જાતે વાપરી લેવું, જેથી પછી પસ્તાવો ન થાય.

sell૨. શું ખરીદાય છે અને કેટલામાંWhat you are buying

  • ખરીદી એટલે તમે પસંદ કરેલા કોમ્બો પેક નું ૧ વર્ષ (૩૬૫ દિવસ) નું સબસ્ક્રિપ્શન. ચારેય પેક એકસાથે લો એટલે આખું સોફ્ટવેર.
  • ભાવ ભારતીય રૂપિયા (₹) માં, એક શાળા (એક ડાયસકોડ) માટે. ભાવ બે વાત પર આધારિત છે — (૧) શાળાની વિદ્યાર્થી-સંખ્યા અને (૨) કેટલા પેક લીધા. ₹ ૫૯૯ થી ₹ ૩,૨૯૯ સુધી. આખું ભાવપત્રક સુવિધા પાના પર અને સોફ્ટવેરના «ભાવપત્રક» પાના પર છે.
  • સાત મોડ્યુલ કાયમ મફત છે — એ કોઈ પેકમાં નથી અને એના પૈસા લેવાતા નથી.
  • સબસ્ક્રિપ્શન આપોઆપ રિન્યુ થતું નથી — બેંક ખાતામાંથી આપોઆપ કોઈ રકમ કપાતી નથી.
  • 💳 હપ્તા : બિલ ₹ ૨,૦૦૦ થી વધે ત્યારે બે હપ્તે ભરવાનો વિકલ્પ મળે છે (અડધું અત્યારે, અડધું ૬ મહિને). હપ્તાની સગવડ લેવાથી કુલ રકમ ₹ ૧૦૦ વધુ થાય છે. બંને હપ્તાનું અલગ બિલ મળે છે.
વિગતશું છે
ભાવ₹ ૫૯૯ થી ₹ ૩,૨૯૯ — વિદ્યાર્થી-સંખ્યા અને કેટલા પેક લીધા એ પ્રમાણે
મુદત૧ વર્ષ (૩૬૫ દિવસ)
કોના માટેએક શાળા (એક ડાયસકોડ)
શું સામેલપસંદ કરેલા પેકનાં મોડ્યુલ અને એનાં અપડેટ (ચારેય પેક લો તો એ વર્ષે આવતાં નવાં મોડ્યુલ પણ)
હપ્તાબિલ ₹ ૨,૦૦૦ થી વધે તો બે હપ્તે (કુલ ₹ ૧૦૦ વધુ)
GSTલાગુ પડતો નથી — «પેમેન્ટ રસીદ» મળે છે
બિલસોફ્ટવેરમાં «🧾 મારાં બિલ» માંથી ગમે ત્યારે PDF
ચુકવણી ક્યારથી૨૪ ઓગસ્ટ, ૨૦૨૬ થી ચાલુ
પેકવાળાં મોડ્યુલ માટે ચુકવણી હવે ચાલુ છે (૨૪ ઓગસ્ટ, ૨૦૨૬ થી), જે એક વર્ષ માટેની રહેશે. કાયમ મફત મોડ્યુલ મફત જ છે.

ભાવ બદલાઈ શકે છે. ખરીદી વખતે સોફ્ટવેરમાં દેખાતો ભાવ જ અંતિમ ગણાશે.

check_circle૩. રિફંડ ક્યારે મળેWhen a refund is given

નીચેના સંજોગોમાં પૂરેપૂરી રકમ પરત આપવામાં આવે છે:

  • ડુપ્લિકેટ પેમેન્ટ — એક જ સબસ્ક્રિપ્શન માટે ભૂલથી બે (કે વધુ) વાર રકમ કપાઈ હોય. વધારાની બધી રકમ પરત મળશે.
  • નિષ્ફળ પેમેન્ટ — બેંક ખાતામાંથી રકમ કપાઈ પણ પેમેન્ટ નિષ્ફળ ગયું અને મોડ્યુલ ચાલુ ન થયું.
  • ટેકનિકલ કારણે સેવા ન મળી — પેમેન્ટ પછી પણ અમારી બાજુની ટેકનિકલ ખામીના કારણે મોડ્યુલ ચાલુ ન થઈ શક્યું અને અમે એ સુધારી ન શક્યા.
  • ખોટી રકમ — ભાવ કરતાં વધારે રકમ કપાઈ હોય તો વધારાની રકમ પરત મળશે.
આવો કિસ્સો બને ત્યારે પેમેન્ટની તારીખથી ૭ દિવસમાં અમને જાણ કરવી. મોડું થાય તો બેંક/ગેટવે તરફથી તપાસ કરવી અઘરી બને છે.

cancel૪. રિફંડ ક્યારે ન મળેWhen a refund is not given

  • સબસ્ક્રિપ્શન ચાલુ થઈ ગયું અને મોડ્યુલ વપરાવાનું શરૂ થઈ ગયું — પછી "હવે નથી જોઈતું" કહેવાથી રિફંડ મળશે નહીં.
  • વર્ષ પૂરું થાય એ પહેલાં વાપરવાનું બંધ કરો — બાકીના મહિનાના પૈસા પરત મળતા નથી (કોઈ પ્રમાણસર/pro-rata રિફંડ નહીં).
  • શાળા બંધ થાય, વિદ્યાર્થી-સંખ્યા ઘટે કે આચાર્ય/શિક્ષક બદલાય — એ કારણે રિફંડ મળતું નથી.
  • ઇન્ટરનેટ ન હોવું, ડિવાઇસ બગડવો, વીજળી ન હોવી કે વપરાશકર્તાની ભૂલથી ડેટા ખોટો ભરાવો.
  • સેવાની શરતોનો ભંગ થવાથી એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું હોય.
  • સોફ્ટવેરમાં એવી કોઈ સુવિધા નથી જેની અમે ક્યાંય જાહેરાત જ કરી ન હોય — એવી અપેક્ષાના આધારે.
  • પેક બદલવો છે — દા.ત. "વિદ્યાર્થી પેકને બદલે ગુણવત્તા પેક જોઈતો હતો". ચાલુ સબસ્ક્રિપ્શનનું રિફંડ મળતું નથી; બીજો પેક અલગથી ખરીદવો પડશે. એટલે ખરીદતાં પહેલાં પેકમાં કયાં મોડ્યુલ છે એ બરાબર જોઈ લેવું.
  • વધારે પેક લેવાનું મન થાય — પહેલાં ૧ પેક લીધો હોય અને પછી ૩ પેકવાળી છૂટ જોઈતી હોય તો ભરેલી રકમ સરભર (adjust) થતી નથી.

payments૪.૧ હપ્તા યોજના અને રિફંડInstalments & refund

સૌથી અગત્યની વાત : બે હપ્તાવાળી ખરીદીમાં પહેલો હપ્તો ભરાયો એટલે એ વપરાયેલી સેવા ગણાય — મોડ્યુલ તરત જ ૬ મહિના માટે ચાલુ થઈ જાય છે. એટલે પહેલા હપ્તાનું રિફંડ મળતું નથી.
  • બીજો હપ્તો ન ભરવો હોય તો? ભરવો ફરજિયાત નથી — કોઈ દંડ કે વસૂલાત નથી. નિયત તારીખ પછી પેકવાળાં મોડ્યુલ બંધ થઈ જશે, બસ.
  • ડેટાનું શું? તમારો ભરેલો બધો ડેટા સચવાયેલો રહે છે. બાકીનો હપ્તો (કે નવું સબસ્ક્રિપ્શન) ભરો એટલે બધું જેમનું તેમ પાછું મળે છે. કાયમ મફત મોડ્યુલ તો ચાલુ જ રહે છે.
  • બીજો હપ્તો ભર્યા પછી રિફંડ? મળતું નથી — એ પણ વપરાયેલી સેવા જ છે.
  • બંને હપ્તા ભરવા છતાં ટેકનિકલ કારણે સેવા ન મળી તો ઉપર વિભાગ ૩ મુજબ પૂરેપૂરું રિફંડ મળશે.
  • હપ્તાની સગવડનો ₹ ૧૦૦ નો વધારાનો ખર્ચ પણ પરત મળતો નથી.

edit_note૫. રિફંડ કઈ રીતે માંગવુંHow to request a refund

  1. વિગત ભેગી કરો

    Razorpay તરફથી આવેલા SMS કે ઇમેઇલમાં પેમેન્ટ ID (દા.ત. pay_XXXXXXXXXXXX) મળશે.

  2. અમને ઇમેઇલ કરો

    smcsoftware@teacherdesignlab.in પર નીચેની વિગત સાથે લખો:

    • શાળાનું નામ અને ડાયસકોડ
    • પેમેન્ટ ID અને પેમેન્ટની તારીખ
    • કપાયેલી રકમ અને કઈ રીતે ભર્યું (UPI / કાર્ડ / નેટ-બેંકિંગ)
    • રિફંડ કેમ જોઈએ છે એનું ટૂંકું કારણ
    • બેંક-સ્ટેટમેન્ટ કે SMS નો સ્ક્રીનશોટ (હોય તો)
  3. ચકાસણી

    અમે Razorpay માં પેમેન્ટ ચકાસીશું અને ૩ કામકાજના દિવસમાં તમને જવાબ આપીશું — રિફંડ મંજૂર છે કે નહીં.

  4. રકમ પરત

    મંજૂર થાય તો રકમ જે ખાતામાંથી કપાઈ હોય એ જ ખાતામાં પરત મોકલવામાં આવે છે. રોકડમાં કે બીજા ખાતામાં રિફંડ આપવામાં આવતું નથી.

schedule૬. રકમ પરત આવવામાં કેટલો સમયRefund timeline

પગલુંસમય
વિનંતીનો જવાબ / ચકાસણી૩ કામકાજના દિવસ
મંજૂરી પછી રિફંડ શરૂ કરવું૨ કામકાજના દિવસ
બેંક/UPI માં રકમ જમા થવી૫ – ૭ કામકાજના દિવસ
કુલ (અંદાજે)૭ – ૧૨ કામકાજના દિવસ

રિફંડ મંજૂર થયા પછી બેંક કે કાર્ડ કંપની તરફથી રકમ જમા થવામાં લાગતો સમય એમના નિયમો પ્રમાણે હોય છે — એ અમારા હાથમાં નથી.

help_center૭. પેમેન્ટ થયું પણ મોડ્યુલ ચાલુ ન થયું?Paid but not activated

ગભરાવાની જરૂર નથી — રકમ ગઈ નથી. ક્રમશઃ આટલું કરો:

  1. લોગ-આઉટ કરી ફરી લોગ-ઈન કરો

    મોટા ભાગે આટલાથી જ મોડ્યુલ ચાલુ થઈ જાય છે.

  2. સોફ્ટવેરમાં જ "પેમેન્ટનો દાવો" નોંધાવો

    સોફ્ટવેરની ખરીદી-સ્ક્રીન પર પેમેન્ટ ID નાખવાનું ખાનું છે. ત્યાં pay_XXXXXXXXXXXX નાખીને મોકલો — અમે ચકાસીને ચાલુ કરી દઈશું.

  3. તો પણ ન થાય તો ઇમેઇલ કરો

    ડાયસકોડ + પેમેન્ટ ID સાથે લખો. અમે ચાલુ કરી આપીશું, અથવા ન થઈ શકે તો પૂરી રકમ પરત આપીશું.

event_busy૮. રદ કરવું (Cancellation)Cancellation

  • સબસ્ક્રિપ્શન આપોઆપ રિન્યુ થતું નથી, એટલે રદ કરવા માટે કશું કરવાની જરૂર નથી — ફરી ન ભરો એટલે મુદત પૂરી થતાં એ આપોઆપ બંધ થઈ જાય છે.
  • મુદત પૂરી થાય તો પણ તમારો ડેટા ભૂંસાતો નથી. ફરી સબસ્ક્રિપ્શન લેશો ત્યારે જૂનો બધો ડેટા એમનો એમ મળશે.
  • એકાઉન્ટ કાયમ માટે બંધ કરવું હોય તો ઇમેઇલ કરો — પહેલાં તમારો ડેટા નિકાસ (Excel/PDF) કરી લેવો.

support_agent૯. ફરિયાદ નિવારણGrievance redressal

રિફંડ કે પેમેન્ટ બાબતે અસંતોષ હોય તો નીચેના ઇમેઇલ પર "Grievance" વિષય સાથે લખો. અમે ૭ કામકાજના દિવસમાં નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું.

contact_supportસંપર્ક કરો

રિફંડ કે પેમેન્ટ સંબંધી કોઈ પણ સવાલ માટે — ડાયસકોડ અને પેમેન્ટ ID સાથે લખો.

apartment
સેવા આપનારTeacher Design Lab
mail
ઇમેઇલ smcsoftware@teacherdesignlab.in
call
ફોન / વોટ્સએપ+91 6353103822
location_on
સરનામું[સરનામું], ગુજરાત, ભારત